Skip to main content

Posts

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...
Recent posts

અમરોહાની ગૌરવપૂર્ણ દિકરી : બી અમ્મા

બી અમ્મા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રસિદ્ધ સપુતો મૌલાના મુહમ્મદ અલી જૌહર અને મૌલાના શૌકત અલીની માતા હતા. બી અમ્માનું નામ આબાદી બાનો બેગમ (જન્મ 1850) હતું. તેણીનો જન્મ અમરોહાના મોહલ્લા શાહી ચબૂતરા પર નામી કલાલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મુઝફ્ફર અલી ખાન હતું. મુઝફ્ફર અલી ખાનના પરદાદા દરવેશ અલી ખાન મુઘલોના છેલ્લા એહાદમાં પંજ હજારી જાટના મનસબદાર હતા, એટલે કે અમરોહામાં, આ પરિવારને આદર અને સંપત્તિનો આશીર્વાદ મળ્યો હતો. અમરોહાના પ્રસિદ્ધ નક્સબંદી વડીલ હઝરત હાફિઝ અબ્બાસ અલી ખાન પણ એ જ પરિવારના ચિરાગ હતા, જેમના નામે "મસ્જિદ હાફિઝ અબ્બાસ અલી ખાન" છે. અમરોહાના બિજનૌર રોડ પર આવેલી તેમની મઝાર રૌઝા હાફિઝ અબ્બાસ અલી તરીકે પ્રખ્યાત છે. બી અમ્માના લગ્ન રામપુરમાં અબ્દુલ અલી સાહબ સાથે થયા હતા, જેઓ રામપુરના રજવાડામાં કર્મચારી હતા. 27 વર્ષની ઉંમરે, બી અમ્મા પત્ની બન્યા. તેમના બીજા લગ્ન માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને પોતાના બાળકોના શિક્ષણ માટે પોતાનો સમય વકફ આપી દીધો હતો. બી અમ્માએ પોતાના બાળકોને ભણાવવા માટે પોતાના ઘરેણાં પણ વેચી દીધા હતા. ...

પ્રેસ

છબી : ધરપકડ પહેલા દાંડી ખાતે અખબાર વાંચતા બાપુ . પ્રેસને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. તે પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે અને સત્તાને જવાબદાર રાખે છે. આજે, રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર, એવા પત્રકારોનું સન્માન કરીએ છીએ કે જેમણે ગમે તેવા સમયમાં પણ સત્યને આપણા સુધી પહોંચાડવામાં પોતાનું બધું જ દાવ પર લગાવી દેતા હોય છે. વર્તમાનમાં પત્રકાર,અખબાર અને તેની આઝાદી પર જાણે કે ગ્રહણ લાગી ગયું હોય એવું લાગી રહ્યું છે.'ગોદી મીડિયા' પત્રકારિતાનું મોઢું ચીડાવતું જઈ રહ્યું છે.જે સમાચાર જોઈએ છીએ,બનાવે છે અને આપણને બતાવે છે,તેમને જ તેમના સમાચારો પર ભરોસો ન હોય તો શું થાય ? સમાચારોની હત્યા કરવાવાળી પત્રકારિતાનો જન્મ થાય છે.આપણે એ જ ઘનઘોરતામાં ઘેરાતા જઈ રહ્યા છીએ,પરંતુ આ ઘનઘોરતાને ભેદવાવાળા નિષ્પક્ષ - ઈમાનદાર લોકો પણ છે જ,એનો સંતોષ ..!!! પત્રકાર માટે સૌથી મોટી વસ્તુ છે 'કલમ'. જે ન અટકવી જોઈએ, ન ઝુકવી જોઈએ, ન અટકવી કે ભટકવી જોઈએ. પત્રકાર સ્વ.માખણલાલ ચતુર્વેદી(1889-1968)નો એક સંવાદ... - કલેક્ટર: તમારા અખબારમાં ખૂબ જ વાંધાજનક મહત્વપૂર્ણ વાતો છપાય છે. - માખણલાલ: અમે ફક્ત વાંધાજનક વાતો છાપવા મ...

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તેમના મુસ્લિમ સાથીઓની શૌર્યગાથા

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે તો મોટા ભાગના લોકો જાણે જ છે, જેમણે પોતાની હિંમત અને બહાદુરીથી અંગ્રેજોની હિંમતને પરાસ્ત કરી હતી, પરંતુ તેમના વિશ્વાસુઓમાં કોણ કોણ હતા તે આપણે ન તો જાણીએ છીએ અને ન જાણવાનો પ્રયાસ કરીએ છીએ. ગૌસ મુહમ્મદ ખાન :- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય તોપચાલક (તોપ ચલાવનાર), જેમની બહાદુરીથી ખુશ થઈને રાણીએ તેમને સોનાના કડા ભેટમાં આપ્યા હતા.5000 સૈનિકો સાથેનો એક સેનાપતિ અંગ્રેજોના હાથે વેચાઈ ગયો હતો, પછી રાણીએ મુહમ્મદ ગૌસ ખાનને પૂછ્યું કે હવે અંગ્રેજો સાથે જંગ કેવી રીતે લઈશું ? ત્યારે તેમણે કહ્યું, જેમ બહાદુર અને સુરમા લડે છે.. પછી વિશ્વએ જોયું કે શું જંગ થઈ. ખુદા બખ્શ બશારત અલી :- રાણી લક્ષ્મીબાઈની સેનામાં ઘણી ટુકડીઓ હતી અને સૌથી મોટી ટુકડીના કમાન્ડર ખુદા બખ્શ બશારત અલી હતા અને તેમની સાથે 1500 પઠાણોનું એક જૂથ ઊભું હતું જે અંત સુધી મેદાનમાં દટ્યા રહ્યા... સરદાર ગુલ મુહમ્મદ ખાન:- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય અંગરક્ષક હતા, તેમણે અંતિમ શ્વાસ સુધી રાણીનું રક્ષણ કર્યું.. પોતે જીવતા રહ્યા ત્યાં સુધી રાણીને બચાવવાનો ઘણા પ્રયાસો કર્યો.. જ્યારે રાણી ઘાયલ થયા, ત્યારે તે તેને લક્ષ્મીબાઈને સરદાર ...

ઇંદિરા ગાંધી

ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917 ના રોજ આનંદ ભવન અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ પંડિત જવાહરલાલ નેહરુ તથા માતાનું નામ શ્રીમતી કમલા નેહરુ હતું. તેમનો જન્મ એવા પરિવારમાં થયો હતો જે દેશમાં તીવ્રતાથી ઘટી રહેલી ઘટનાઓથી સીધી રીતે જોડાયેલ હતું.સ્વતંત્રતા આંદોલન સાથે સક્રિય રૂપથી જોડાયેલા હોવાને કારણે તેમના ઘરનું પૂરું વાતાવરણ બદલાયેલું હતું.તેમનું ઘર દેશના સ્વતંત્રતા આંદોલનની પ્રમુખ ગતિવિધિઓનું ઘર રહ્યું હતું. નાની ઇન્દિરા તેમના દાદા જોડેથી જૂની વીરાંગનાઓની કથાઓ સાંભળી ભાવવિભોર થઈ જતી હતી.આનંદ ભવનમાં વિશાળ પુસ્તકાલય હતું.ઈન્દુએ 'ઝોન ઓફ આર્ક' નામની વાર્તા વાંચી તથા તેનાથી પ્રેરણા લીધી કે કેવી એક નાની છોકરીએ શત્રુને પોતાના દેશમાંથી ખદેડી દીધો.રાજકીય ગતિવિધિઓના કારણે તેમના પિતા પંડિત જવાહરલાલ નેહરુ લગભગ જેલોમાં રહેતા. પિતા જેલમાં રહીને પણ પત્રોના માધ્યમથી ઇન્દિરાને એ બધું કહેતા જે તેઓ ઈચ્છતા હતા. બાદમાં તે જ પત્રો પુસ્તક 'ઈંદુને પત્રો' નામથી પ્રકાશિત થયા. આ પત્રોના માધ્યમથી ઇન્દિરાએ ભારતની પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિને જાણી.ઘરનો...

જનતંત્ર સમાજ : ચંદ્રકાન્ત દરુ

આજે દેશભરમાં લોકશાહી માટે હતાશાનાં વાદળ ઘેરાયેલા નજરે પડે છે.આઝાદી આવ્યા પછી આપણે લોકશાહી તંત્ર સ્વીકાર્યું ખરું પણ મોટેભાગે આપણે તેને એક રાજકીય પદ્ધતિ તરીકે બિરદાવ્યું.લોકશાહીની મૂળભૂત ફિલસૂફીની અવગણના થઈ.સંસદ,ધારાસભા,પ્રધાનમંડળો વિગેરેની રચના કરી રાજ્યકારભાર ચલાવવો એટલો જ અર્થ આપણે સમજ્યા.પરિણામ એ આવ્યું કે ધારગૃહોમાં પ્રવેશ મેળવી, તયાં બહુમતી પ્રાપ્ત કરી,સત્તા હાથ ધરી તેનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે કરવો.આ આદર્શ લોકશાહીનું મુખ્ય અંગ બની ગયો.કેન્દ્રિત સત્તા મેળવ્યા સિવાય લોકો કલ્યાણનું કાર્ય થઈ શકે જ નહિ એવો ભ્રમ ધીરે ધીરે ઘેરો બનતો ગયો. અને રાજકીય પક્ષોની રચના વગર રાજતંત્ર ચાલી શકે જ નહિ,લોકશાહી ટકી શકે જ નહિ એવી માન્યતા પ્રચલિત બની. આને પરિણામે લોકશાહીના ખરાં અગત્યનાં પાસાં વિસારે પડ્યાં.લોકશાહીનો ખરો પાયો નૈતિક છે,રાજકીય નથી.એ પાયાની વાત ઉપર ભાર મુકાયો નહિ. લોકશાહીની સાચી સફળતાનો આધાર પ્રજા પોતે તેમાં કેટલો ભાગ લે છે અને કેટલો રસ દાખવે છે તેના ઉપર એ પણ ભુલાઈ ગયું.વળી દરેક વ્યક્તિનો મોભો તેનું સ્વતંત્ર અને તેના પ્રત્યેનો આદર આ મૂલ્યો વગર લોકશાહી નિષ્ફળ બની જાય એ સત્ય આપણે પૂરું સમજ્...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...