Skip to main content

Posts

Showing posts from November, 2021

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી બટુકેશ્વર દત્ત

જેમને દેશે સૌપ્રથમ 8 એપ્રિલ, 1929ના રોજ ત્યારે ઓળખ્યા, જ્યારે તેમની ભગતસિંહ સાથે કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ વિસ્ફોટ પછી ધરપકડ કરવામાં આવી હતી. તેમનો જન્મ 18 નવેમ્બર, 1910ના રોજ ગામ-ઓરી, જિલ્લો-નાની બેદવાન (બંગાળ) માં એક બંગાળી કાયસ્થ પરિવારમાં થયો હતો, કેટલાક સ્થળોએ તેમનો જન્મ નવેમ્બર, 1908 માં કાનપુરમાં થયો હોવાનું પણ લખાણ મળે છે. પિતા 'ગોષ્ઠ બિહારી દત્ત' કાનપુરમાં નોકરી કરતા હતા.તેમનું મૂળ ગામ બંગાળના 'બર્દવાન જિલ્લામાં' હતું.દત્તનું સ્નાતક સ્તરનું શિક્ષણ P.P.N. કોલેજ કાનપુરમાં સંપન્ન થયું. 1924 માં, કાનપુરમાં જ, તેઓ ભગતસિંહને મળ્યા, જેઓ તે દિવસોમાં ગણેશ શંકર વિદ્યાર્થીના પત્ર 'પ્રતાપ' માં ઉપનામ હેઠળ કામ કરતા હતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. બટુકેશ્વર દત્ત ભગતસિંહના સંપર્કમાં આવી કાનપુરમાં સોશિયલીસ્ટ રિપબ્લિકન એસોસિએશન માટે કામ કરવાનું શરૂ કર્યું અને આ ક્રમમાં બોમ્બ બનાવવાનું શીખ્યા. તેમણે ઘણા વર્ષો સુધી ક્રાંતિનો પ્રચાર અનેક સ્થળોએ કર્યો, ખાસ કરીને આગ્રામાં. તેમના ભાગીદાર તરીકે, જ્યારે ભગતસિંહે બ્રિટિશ રાજ્યની સરમુખત્યારશાહીનો વિરોધ કરવા માટે દિલ...

લાલા લજપત રાય અને યુવાનો : ભગત સિંહ

લાલા લજપત રાયના પાછળથી પોતાના વિચારો અને અભિપ્રાયો બદલાવા લાગ્યા અને યુવાનો વિશે તેમણે રજૂ કરેલા અભિપ્રાયોથી નારાજ ભગતસિંહે ઓગસ્ટ 1928માં 'કિર્તી' માં લખેલ લેખનું સંક્ષિપ્તીકરણ..  ભગતસિંહનો લેખ: લાલા લજપત રાય અને યુવાનો: લાલાજી કહે છે કે આપણા સામ્યવાદી વિચારોના પ્રચારથી મૂડીવાદીઓ સરકાર સાથે હાથ મિલાવશે. ખૂબ સરસ! તેઓ પહેલેથી જ ક્યાં છે? કેટલા મૂડીવાદી યુગ પરિવર્તનશીલ બન્યા છે?...  (આ તે સમયગાળો હતો જ્યારે લાલા લજપત રાયે કોંગ્રેસ છોડી દઈ અને કાઉન્સિલની ચૂંટણીમાં તેનો વિરોધ શરૂ કર્યો અને આવી ઘણી બધી વાતો કહી જે તેમને કોઈ રીતે શોભતી ન હતી. આ જોઈને કેટલાક સંવેદનશીલ યુવાનોએ લાલાજી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમનો બદલો લેવા માટે, લાલાજીએ ખુલ્લેઆમ પ્રવચનમાં કહ્યું કે આ યુવાનો ખૂબ જ ખતરનાક અને બોલ્શેવિક છે અને લેનિન જેવો નેતા ઈચ્છે છે.મારા પાસે લેનિન બનવાની શક્તિ નથી.લાલાજીએ એવું પણ કહ્યું કે આ યુવાનોને પચાસ રૂપિયાની પણ નોકરી મળશે તો તેઓ ફણગાની જેમ બેસી જશે. "કીર્તિ" ના ઓગસ્ટ 1928 ના અંકમાં, તેમણે "લાલા લજપત રાય ઔર નૌજવાન" નામનો લેખ લખ્યો અને લાલાજીને પૂછ્યું - તેનો અર્થ ...

ટીપુ સુલ્તાનની શહીદી

મે 1798માં કલકત્તામાં ઉતર્યો તે પહેલાં જ, નવા ગવર્નર-જનરલ રિચર્ડ વેલેસ્લીએ નક્કી કર્યું કે ઈસ્ટ ઈન્ડિયા કંપની ત્યારે જ સુરક્ષિત રહેશે જો હૈદર અલીના પુત્ર અને અનુગામી, ટીપુ સુલતાનને યુદ્ધમાં ખદેડવામાં આવે - પરાજિત કરવામાં આવે અને કમ સે કમ બ્રિટિશરો માટે પશ્ચિમ દરિયાકાંઠાની જમીન આપવા ફરજ પાડવામાં આવે.  ફેબ્રુઆરી 1799માં વેલેસ્લીએ મદ્રાસથી કૂચ કરવા માટે 26,000 સૈન્યનું આયોજન કર્યું હતું, જેમાં હૈદરાબાદના નિઝામના 20,000 સૈનિકો ઉત્તરથી કૂચ કરી રહ્યા હતા અને પશ્ચિમમાંથી 4,000 બ્રિટિશ જૂથ સાથે જોડાયા હતા. પરિવહન કરવાના સાધનોના જથ્થાને કારણે કૂચ અપેક્ષા કરતાં ધીમી હતી: બેટરિંગ મશીનો અને માઇનિંગ ગિયર, ચોખા અને ઘઉંથી ભરેલા હજારો બળદ ગાડા તેમજ વરિષ્ઠ અધિકારીઓના વૈભવી તંબુ અને ચાંદીના પ્લેટેડ ટેબલ સેટ. કંપનીની સેના એપ્રિલમાં ટીપુની રાજધાની શ્રીરિંગપટમ ખાતે આવી પહોંચી હતી. શહેરની એક મહિના સુધી ઘેરાબંધી થઈ,છેલ્લે 2 મેના રોજ કંપની કિલ્લાની દિવાલોમાં ઘણા સમય સુધીના પ્રયત્નો પછી મોટા છિદ્રોની શ્રેણી પાડી ઉડાડવામાં સફળ રહી અને પછીના બે દિવસમાં, શહેરમાં પ્રવેશ કર્યો. ટીપુને શિકારની રાઈફલ્સ સાથે યુદ્ધ...

જ્ઞાનની લૂંટ

પોર્ટુગિઝ ગવર્નરે ૧૭મી સદીમાં માલાબારના છોડવાઓ અને તેની ચિકિત્સીય ગુણોની જાણકારી એકત્ર કરી 12 ભાગોમાં 'હોર્ટસ માલાબારીક્સ'ના રૂપમાં પ્રકાશિત કર્યું હતું.  ભારતમાં અંગ્રેજોનું શાસન પ્રાકૃતિક સંસાધનોની લૂંટ અને શોષણનું શાસન હતું.પરંતુ અંગ્રેજોના શાસનથી પહેલા એક મોટી 'લૂંટ' થઈ હતી.એ 'લૂંટ' પોર્ટુગિઝો દ્વારા કરવામાં આવેલી સ્થાનિક જ્ઞાનની લૂંટ હતી.ઇતિહાસ બતાવે છે કે પોર્ટુગીઝ ભારતમાં મસાલાઓના વ્યાપારના ઉદ્દેશથી આવ્યા હતા,પરંતુ મસાલાઓ ઉપરાંત તેમની ઊંડી રૂચિ ભારતના ઔષધીય જ્ઞાન અને અહીંની જૈવ વિવિધતામાં પણ હતી.આ જ કારણ છે કે ૧૬૦૨માં જ્યારે એમ્સ્ટરડેમ થી પોર્ટુગીઝોના જહાજનો બેડો ભારત માટે રવાના થયો,ત્યારે ઔષધ વૈજ્ઞાનિકોને યુરોપના વનસ્પતિ વિજ્ઞાની કૈરોલસ ક્લૂસિયસ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા કે પરત ફરતી વખતે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ મસાલાઓ અને ફળો સિવાય વિચિત્ર દેખાતા વૃક્ષોને લઈને આવે.  'એન્વાયરમેન્ટ હિસ્ટ્રી રીડર' પુસ્તક મુજબ,ક્લૂસિયસના નિર્દેશની નજીક ૧૦૦ વર્ષ પછી ૧૭૦૩માં માલાબારના ડચ ગવર્નર હેડ્રિક એડ્રિયન વૉર્ન રીડેએ ૧૨ ખંડોનું સંકલન પૂર્ણ કર્યું. આ...

દેશના 50 ટકાથી વધુ કૃષિ પરિવારો દેવામાં : NSO રિપોર્ટ

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડેલ 77મા રાઉન્ડના સર્વેક્ષણ અનુસાર,પ્રત્યેક કૃષિ પરિવારના સરેરાશ દેવામાં 57 ટકાનો વધારો થયો છે.  નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(NSO) ના 77મા રાઉન્ડના સર્વેક્ષણ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે 2019 માં 50 ટકાથી વધુ કૃષિ પરિવાર દેવામાં હતા અને પ્રત્યેક કૃષિ પરિવાર ઉપર બાકી ઋણની સરેરાશ રાશિ 74,121 રૂપિયા હતી.10 સપ્ટેમ્બરે NSO તરફથી બહાર પાડેલ 'ગ્રામીણ ભારતમાં પરિવારોની સ્થિતિનું આકલન અને પરિવારોની ભૂમિ ધારણ,2019' ના નિષ્કર્ષમાં એ વાત કહેવામાં આવી છે.રિપોર્ટનું નિષ્કર્ષ 1-1-2019 થી 31 ડિસેમ્બર 2019 ની વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણ ઉપર આધારિત છે.આ અવધિ દરમિયાન 45,000થી વધુ કૃષિ પરિવારોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું.રિપોર્ટ મુજબ છ વર્ષ પહેલા 2013માં રજૂ થયેલ સર્વેક્ષણની તુલનામાં દેવામાં ડુબેલા પરિવારોની ટકાવારી 51.9 ટકા થી થોડી ઓછી થઈ છે,ત્યાં જ દરેક કૃષિ પરિવાર ઋણની સરેરાશ રાશિમાં 57 ટકાની વૃદ્ધિ થઈ છે. છ વર્ષ પહેલાં (2013) માં સરેરાશ દેવું 47,000 રૂપિયા હતું.  સરેરાશ બાકી ઋણની બાબતમાં કુલ 28 રાજ્યોમાં આંધ્ર પ્રદેશ ઉપર સૌથી વધુ સરેરાશ બાકી 2.45 લાખ રૂ...

'બર્ડમેન ઓફ ઈન્ડિયા' સલીમ અલી

ડો. સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલીને  'બર્ડમેન ઓફ ઈન્ડિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે.જેમણે પક્ષીઓને પકડવાની અલગ અલગ 100 થી વધુ રીતોની શોધ કરી. સલીમ અલીનો જન્મ 12 નવેમ્બર 1896ના રોજ બોમ્બેના સુલેમાની બોહરા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તે તેમના પરિવારમાં સૌથી નાના હતા. જ્યારે તેઓ એક વર્ષના હતા ત્યારે તેમના પિતા મોઇઝુદ્દીનનું અવસાન થયું હતું અને જ્યારે તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમની માતા ઝીનત-ઉન-નિસાનું અવસાન થયું હતું.નિરાધાર બાળકો મુંબઈના ખેતવાડી વિસ્તારમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં મામા અમીરુદ્દીન તૈયબજી અને નિઃસંતાન કાકી હમીદા બેગમની દેખરેખ હેઠળ મોટા થયા હતા. તેમના બીજા કાકા અબ્બાસ તૈયબજી હતા જેઓ એક પ્રખ્યાત ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. સલીમ અલી તેમના પ્રાથમિક શિક્ષણ માટે તેમની બે બહેનો સાથે ગિરગામમાં સ્થપાયેલી ઝનાના બાઇબલ મેડિકલ મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં જોડાયા અને બાદમાં સેન્ટ ઝેવિયર્સ, મુંબઈમાં દાખલ થયા. લગભગ 13 વર્ષની ઉંમરે, તેને માથાનો દુખાવો થતો હતો, જેના કારણે તેમને વારંવાર વર્ગ છોડી દેવાની ફરજ પડી હતી. તેમને તેમના એક કાકા સાથે રહેવા માટે સિંધ મોકલવામાં આવ્યા હતા, જેમણે લાગતુ...