Skip to main content

Posts

રશિયા-યુક્રેન વિવાદની ભારત પર શું અસર થશે?

રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષની ભારત પર કેવી અસર થઈ રહી છે? વરિષ્ઠ પત્રકાર પ્રકાશ હિન્દુસ્તાની પાસેથી સરળ ભાષામાં સમજીએ રશિયા-યુક્રેન વિવાદ શું છે અને તેનું મૂળ શું છે? નાટો શું છે અને નાટો શું કરે છે? અમેરિકા સંપૂર્ણપણે યુક્રેન સાથે છે અને જો ચીન રશિયા સાથે જઈ શકે છે તો ભારત કોની સાથે રહેશે? રશિયા અને યુક્રેન યુદ્ધની અણી પર છે. યુદ્ધ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. રશિયા યુક્રેન કરતા 28 ગણું મોટું છે, રશિયાનો વિસ્તાર 1 કરોડ 70 લાખ ચોરસ કિલોમીટર છે. એટલે કે રશિયા ભારત કરતાં લગભગ 5 ગણું મોટું છે. યુક્રેન રશિયા કરતાં નાનું છે અને ભારત યુક્રેન કરતાં ત્રણ ગણું મોટું કહી શકાય. સામાન્ય ભાષામાં, લોકો સોવિયેત યુનિયનને રશિયા કહેતા હતા, પરંતુ 1991માં સોવિયત યુનિયનના 15 વિભાગોમાં વિભાજન થયા પછી, રશિયા અને યુક્રેન હવે એક અલગ દેશ છે. યુક્રેનમાં લગભગ 20,000 ભારતીયો છે. અમેરિકાએ યુક્રેનમાંથી તેના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, પરંતુ ભારતે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી તેના નાગરિકો માટે કોઈ એડવાઈઝરી જારી કરી નથી. રશિયન સેનાએ યુક્રેનને 9 જગ્યા પર ઘેરી લીધું છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ સુધી...

જળ એ જ જીવન

ભૂગર્ભ જળને ખુબ વાપર્યો.. આખુ ભૂગર્ભનુ પેટ ફોડી નાંખ્યું..ન જળ સંચય,રિચાર્જ કર્યું.. મફતવું આવ્યું એટલું વાપરે જ રાખ્યું.. ભવિષ્યમાં પાણીની ખુબ જ ભયંકર તંગી ઉભી થવાની છે..વરસાદની પરિસ્થિતિ નજર સમક્ષ જ છે.. કાગડોળે રાહ જોઇ બેઠા છીએ.. નહેરો,ડેમો,સરોવર,તળાવો પર આશા રાખીએ છીએ પરંતુ ક્યારેય એ કેમ વિચારતા નથી કે ભૂગર્ભ જળની શું પરિસ્થિતિ છે છેલ્લા બે દાયકામાં ૨૫% ઉપરાંત ભૂગર્ભ જળ ખતમ થઈ ગયું છે જે ખૂબ જ ગંભીર બાબત છે ભારત ખેતીપ્રધાન દેશ છે એ તો આપણે સહું સારી રીતે જાણીએ જ છીએ પરંતુ આ ખેતી અને પશુપાલન થકી જે સમૃદ્ધી છે એના પાછળનું મુખ્ય કારણ માત્ર અને માત્ર પાણી છે.પશુઓ જે ઘાસચારો ખાય છે અને દૂધ આપે છે અને દર પંદર દિવસે એનો પગાર કેવો સારો લાગે છે ? એ જ રીતે ખેતીની ઉપજના પૈસા આવે એટલે કેવા સરસ લાગે છે !? પણ ક્યારેય એમ વિચારીએ છીએ કે આના પાછળ રહેલ કારણ “પાણી’ ની કેટલી ચિંતા કરીએ છીએ ? કચ્છ અને રાજસ્થાનની પરિસ્થતિ જોઈએ તો પાણીની વિકટ સમસ્યાને કારણે માઈગ્રેટ થવું પડે છે.પોતાની ટકાઉ ખેતી કે જેના પર આપણો વ્યવસાય કે આજીવિકાના સ્ત્રોત નિર્ભર છે એવા 'પાણી' વિશે હવે તો ખુબ જ ગંભીરતાથી વિચારવું ...

શિરીષભાઈ મોદી

હોનહાર-ઘાઘ વ્યક્તિત્વ,પૂર્વગ્રહોથી જરાપણ પીડાયા વગર દરેકને પ્રેમથી વાત કરનારા,માનવીય મૂલ્યોનું જતન કરનારા, કદરદાન, પારખું,જુઝારુ,સામેથી આવકાર આપનારા, શિક્ષણને એક નવી ઊંચાઈએ લઈ જનારા,વ્યવસાયે વકીલ પણ જ્યારે સાહિત્ય પર બોલતા તો જાણે કોઈ સાહિત્યકાર હોય, નાગરિક સમાજના પ્રહરી,અદ્ભુત સ્ટાન્ડર્ડ-મૂલ્યોની ખેવનાવાળા વ્યક્તિ એવા શિરીષકુમાર એમ.મોદી સાહેબ (પ્રખર ધારાશાસ્ત્રી,જાણીતા વકીલ અને પ્રમુખ બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ) ને આદરણાંજલી.. ૧૯૮૧ માં પાલનપુર મુકામે રોટરી કલબના પહેલવહેલા કાર્યક્રમમાં ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય સાહેબનો કાર્યક્રમ યોજાયો જે રોટરી કલબનો એક એવોર્ડ હોય છે જે સંસ્કારી વ્યક્તિને આપવામાં આવે છે તો એ વખતે બે પાલનપુરીઓ ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય સાહેબને આપવામાં આવ્યો હતો.આ સમારંભમાં બંને મહાનુભાવો મુંબઈથી પધારેલ,મ્યુનિસિપાલિટી પાસેની જૂની કોલેજમાં કોટક સાહેબ પ્રિન્સીપાલ હતા જેમના સહકાર અને સાહિત્ય વર્તુળ દ્વારા સવારે ચંદ્રકાંત બક્ષી સાહેબનું ઐતિહાસિક પ્રવચન અને રાત્રે મુશાયરાનું આયોજન જેને શૂન્ય સાહેબે સતત ચાર કલાક કવિતાઓ દ્વારા શ્રોતાઓની સાથે મુશાયરાની એક અલગ ઓળખ અને વળાં...

ઈદે મિલાદુન્નબી

પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા (સ. અ. વ.) સાહેબના જન્મદિવસ પર એમના ઉમ્મતી તરીકે નબી એ પાક સ.અ.વ ના બતાવેલ રસ્તા પર ચાલવાની અલ્લાહ તૌફીક અતા ફરમાવે.આપના રસ્તા પર ચાલી સંપૂર્ણ જીવન આપના માર્ગદર્શન,સુચન અને સુન્નત પર ગુજારું એ જ દુઆ.. પયગંબર હઝરત મુહમ્મદ સાહેબે હંમેશાં સમાનતા, સ્વતંત્રતા અને ગૌરવ પર આધારિત એક સમાનતાવાદી સમાજની કલ્પના કરી. ઈદે મિલાદુન્નબીના શુભ પ્રસંગે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.આ આપણા દેશવાસીઓના જીવન અને સમુદાયમાં પ્રકાશનો તહેવાર છે. પયગંબર મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ) નો જન્મદિવસ શાંતિ, પ્રેમ, વિશ્વાસ, સંવાદિતા, સહનશીલતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. જીવનમાં આ સંદેશનું ધ્યાન રાખી માનવ મૂલ્યોનું જતન કરી એક ભારત નેક ભારતના સપનાને સાકાર કરીએ... ઇદે મિલાદુન્નબીના આ પવિત્ર પ્રસંગે આપણે સૌની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના / દુઆ કરીએ. બધા જ સમાજ/સમુદાયના તમામ વર્ગ પ્રત્યે દયા, સંભાળ અને કરુણા દર્શાવવા માટે પયગંબર મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ના ઉમદા માર્ગ પર અડગ રહેવાનું ચાલુ રાખીએ. નબી એ કરીમ (સ.અ.વ) એ ફરમાવ્યું "એ મુસલમાન નથી(3 વખત) જે પોતે પેટ ભરીને જમી લે...

વિશ્વ ઉર્દૂ દિવસ 9 નવેમ્બર

હિંદવી,જબાન-એ-હિંદ,ગુજરી,દક્કણી,જબાન-એ-દિલ્લી, જબાન-એ-ઉર્દૂ-એ-મુઅલ્લા,હિન્દુસ્તાની અને રેખ્તા જેવા કેટલાય નામોથી લોકપ્રિય ઉર્દૂ ભાષાનો જન્મ 13મી સદીમાં હિન્દુસ્તાનમાં થયો હતો.વ્યાકરણ અને સ્વર-વિજ્ઞાનમાં હિન્દી સાથે સમાનતા રાખનારી આ ભાષાનો શબ્દકોષ અરબી,ફારસી,તુર્કી,બ્રજ અને સંસ્કૃત શબ્દોની મદદથી વિકસિત થયો.પંદરમી સદીમાં એમાં અન્ય પણ નવા રુપોનો વધારો થયો. સાહિત્યિક ઇતિહાસથી માલુમ પડે છે કે ઉર્દૂ ભાષામાં શાયરીનો આરંભ દક્કણની ગોલકુંડા રિયાસતના સમયમાં જ થઈ ગયો હતો,જે 1527માં બહમની સલ્તનતના પતન પછી એક સ્વતંત્ર રાજ્યના રૂપમાં કાયમ થયું હતું. એનુ ગદ્ય સાહિત્ય શાયરીથી પણ પહેલાંથી હાજર હતું. ઉર્દુ ભાષા અને સાહિત્યના વિકાસમાં શાયરોની સાથે સાથે સૂફીઓનું પણ મોટું યોગદાન રહ્યું અને દક્કણ પર મુગલોના આક્રમણ સુધી શાનદાર રીતે ચાલુ રહ્યું.એના પછી આ જબાન અલગ-અલગ ઇલાકોમાં નવા-નવા રુપે ફૂલી અને ફાલી. વીસમી સદીની શરૂઆત થતાં જ આ ભાષા જે 'હિન્દુસ્તાની' થી ઉર્દૂ અને હિન્દીના બીબાઓમાં વેચાઈ ગઈ. પછી દેશના ભાગલા પડતાં જ ભાષાને લઈને એક નવી રાજનીતિએ જન્મ લીધો.એક સોચી સમજી અવધારણા નીચે ઉર્દૂને એક વિશેષ સમુદાય...

સંત શિરોમણી શ્રી જલારામ બાપા

વિશ્વમાં અનેક ધર્મ, ઉપાસકો, મહાપુરૃષો થઈ ગયા છે. દરેકની પાસેથી માનવજાતને કંઈક નવું જ્ઞાન, નવી દિશા પ્રાપ્ત થતી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં સંતોનું સ્થાન અદ્વિતીય છે. ભારતીય સંત પરંપરા એ આપણને નિઃસ્વાર્થ-ત્યાગી અને માનવતાના ઉપાસક એવા અનેક મહાપુરુૂષની ભેટ આપેલ છે. આવા જ અનન્ય સંત એટલે વીરપુરના ભક્ત શ્રી જલારામબાપા. સંત અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં જન્મ ધારણ કરી વીરપુરમાં જ માનવસેવાનો ભેખ ધારણ કરી સમગ્ર માનવજાત પ્રત્યે કરુણા દાખવનાર ભૂખ્યાને ભોજન આપનાર જલારામબાપાનું જીવન એ ઉચ્ચ કોટિના ભક્તિનું જીવન છે.મહાત્મા ગાંધીએ પોતાના વિશે એમ કહ્યું છે કે ઃ મારું જીવન એ જ મારો સંદેશ છે.શ્રી જલારામબાપા માટે પણ આ જ આદર્શ સતત તેમની સમક્ષ રહ્યો હોય તેવું લાગે છે. બા૫ા કહેતા હરિરામનો સહાયક હરિ સમર્થ છે. હું જીવતા લાખનો અને મુઆ પછી સવા લાખનો હોઈશ અને વાત સત્ય માનજો...! કારણ મારો ઠાકર સમર્થ છે. એક સામાન્ય લોહાણા પરિવારમાં સંવત ૧૮પ૬ના કારતક સુદ સાતમના રોજ જન્મ ધારણ કરી, વીરપુર જેવા નાનકડા ગામને કર્મભૂમિ બનાવી એકલપંડે અને આપબળે તેમણે માવજાત માટે જે કામ કર્યું છે તે પ્રેરણાદાયી છે. સંવત ૧૮૭૦માં તેમણે યજ્ઞોપવિત ...

લાલા લજપત રાય

ભારતની સ્વતંત્રતા ચળવળના મજબૂત નેતા લાલા લજપત રાયનું નામ, દેશવાસીઓમાં ઊર્જા અને પ્રેરણાનું સંચાર કરાવે છે. તેમના દેશ, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેના અતૂટ પ્રેમ અને આદરને કારણે તેઓ રાષ્ટ્ર માટે પોતાને સમર્પિત કરી શક્યા અને પોતાનો જીવ આપી શક્યા. ભારતને આઝાદી અપાવવામાં તેમનું બલિદાન,ત્યાગ અને દેશભક્તિ અદ્વિતીય અને અનુપમ હતી. તેમની વિવિધ પ્રવૃત્તિઓમાં સાહિત્યિક લેખન એક મહત્વપૂર્ણ પરિમાણ છે. તેઓ ઉર્દૂ અને અંગ્રેજીના સક્ષમ રચનાકાર હતા. લાલાજીનો જન્મ 28 જાન્યુઆરી, 1865ના રોજ તેમના મામાના ગામ ઢુંઢીકે (જિલ્લો ફરીદકોટ, પંજાબ)માં થયો હતો. તેમના પિતા લાલા રાધાકૃષ્ણ લુધિયાણા જિલ્લાના જગરાંવ નગરના રહેવાસી અગ્રવાલ વૈશ્ય હતા. લાલા રાધાકૃષ્ણ શિક્ષક હતા. લજપત રાયનું શિક્ષણ પાંચમા વર્ષે શરૂ થયું. 1880 માં, તેમણે કલકત્તા અને પંજાબ યુનિવર્સિટીમાંથી એક વર્ષમાં પ્રવેશ પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ માટે લાહોર ગયા. અહીં તેમણે સરકારી કોલેજમાં પ્રવેશ કર્યો અને 1982માં એફએની પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એક સાથે પાસ કરી. અહીં તેઓ આર્ય સમાજના સંપર્કમાં આવ્યા અને તેના સભ્ય બન્યા. લાલા સાંઈદાસ આર્ય સમાજ પ્રત્યે એટલા સમર્પ...