Skip to main content

Posts

બેગમ રૂકૈયા સખાવત હુસૈને

બેગમ રૂકૈયા સખાવત હુસૈને દિકરીઓ માટે પ્રથમ શાળા બિહારમાં ખોલી હતી.બેગમ રૂકૈયા સખાવત હુસૈને બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી, જે માત્ર દિકરીઓના શિક્ષણ માટે હતી. તેમણે ઘણી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી. તેમનું ‘સુલ્તાનાઝ ડ્રીમ્સ’ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક રહ્યું હતું. મહિલાઓના અધિકારો માટે લડનારા બેગમ રૂકૈયાનો જન્મ 9 ડિસેમ્બર 1880ના રોજ ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાના પૈરાબંદ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ઝહીરુદ્દીન મોહમ્મદ અબુ અલી હુસેન સાબેર વિસ્તારના જમીનદાર હતા. તેમની માતાનું નામ રહેતુન્નિસા સાબેરા ચૌધરાણી હતું. આ વિસ્તાર હવે બાંગ્લાદેશમાં ગયો છે. જ્યારે રૂકૈયાનો જન્મ થયો, ત્યારે બંગાળના મુસ્લિમ પુરુષોમાં શાળાકીય શિક્ષણ શરૂ થઈ ગયું હતું. પરંતુ ઘરના વર્તુળમાં રહેલી મહિલાઓ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચ્યો ન હતો. બંગાળના સમૃદ્ધ મુસ્લિમ ઘરોમાં મહિલાઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ આપવામાં આવતું હતું. રુકૈયાના બે ભાઈ કોલકાતામાં ભણતા હતા. મોટી બહેનને પણ ભણવાનો શોખ હતો. મોટા ભાઈએ ઘરના વડીલો પાસેથી ગુપ્ત રીતે રૂકૈયાને અંગ્રેજી, બંગાળી અને ઉર્દૂ શીખવ્યું. રુકૈયા લખે છે, 'મેં ક્યારેય કો...

યશપાલ શર્મા - દિલીપકુમાર

  ૧૯૮૧માં દિલીપ કુમારની ફિલ્મ 'ક્રાંતિ' રિલીઝ થાય છે જે યશપાલ શર્માને ખુબ ગમતી હોય છે અને વારંવાર આ ફિલ્મ નિહાળતા.. ત્યારે સંદીપ પાટીલ યશપાલને પૂછે છે કે 'ક્રાંતિ' ફિલ્મ આટલી કેમ પસંદ છે? યશપાલ શર્માનો જવાબ હોય છે કે આની પાછળ પણ એક કિસ્સો છે. તેઓની પસંદગી ક્રિકેટમાં થવા પાછળ દિલીપકુમાર કારણભૂત છે.તેમણે જ ક્રિકેટમાં મારી કારકિર્દી બનાવી છે.તેઓ દિલીપકુમારને યુસુફભાઈ કરીને બોલાવતા. સંદીપ પાટીલે પૂછ્યું કે એવું કેવી રીતે? તો યશપાલે જવાબ આપ્યો કે જ્યારે રણજી ટ્રોફી રમતો હતો ત્યારે એક વખત એક મેદાન પર મેચ રમી રહ્યો હતો તે મેદાનના ડાયરેક્ટર દિલીપકુમાર હતા. એ મેદાન પર જ્યારે તેઓ રણજી મેચ રમી રહ્યા હતા અને પોતે 80 રનના સ્કોર પર હતા ત્યારે અચાનક ત્રણ-ચાર વીઆઈપી ગાડીઓ આવે છે,એક ગાડીમાંથી દિલીપકુમાર ઉતરે છે અને મેચ નિહાળે છે.એ દરમિયાન યશપાલ સેન્ચ્યુરી મારે છે.દિલીપકુમાર એમને તાળીઓથી વધાવી ઉત્સાહ પુરો પાડે છે. મેચ પછી તેમને ઓફીસમાં બોલાવવામાં આવે છે અને સામે દિલીપ કુમાર ઊભા હોય છે.. અભિનંદન આપી હાથ મિલાવે છે અને કહે છે કે તારામાં દમ છે.તારા વિશે આગળ વાત કરશે.દિલીપકુમાર રાજસિંહ ડુંગ...

રાજ કપૂર

"કલ ખેલમેં હમ હોં ન હોં, ગર્દિશમેં તારે રહેંગે સદા, ભૂલોગે તુમ,ભૂલેંગે વો,પર હમ તુમ્હારે રહેંગે સદા..!" "કિસીકી મુસ્કુરાહટો પે હોં નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઈસી કા નામ હૈ..." જ્યારે રાજ કપૂરે મજરૂહ સુલતાનપુરીને એક ગીત માટે મોંઘી કિંમત ચૂકવી..!!! 1951માં એક સરસ દિવસ, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શોમેન રાજ કપૂરે જબ દિલ હી ટૂટ ગયા ફેમ ગીતકાર મજરૂહ સુલતાનપુરી (અસરાર ઉલ હસન ખાન) નો સંપર્ક કર્યો અને તેમને 'દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મે સમાઈ' શબ્દો સાથે ગીત લખવા કહ્યું.અને તેમને મહેનતાણું તરીકે રૂ. 1,000 ચૂકવ્યા. ચૂકવવામાં આવેલી રકમ પ્રચલિત દર કરતા લગભગ ચાર ગણી હતી અને ગીત કોઈપણ ફિલ્મ માટે નહોતું. રાજ કપૂરે કવિતા માટે આટલી મોટી કિંમત કેમ ચૂકવી? મજરૂહે યાદ કર્યું કે તે સમયે તેમની પત્નીને ગર્ભાવસ્થા હતી,તેણી બાળકની ચિંતા કરતી હતી અને પોતે પોલીસથી ફરાર ફરતા હતા. મજરૂહને તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડ્યા વિના તેમને મદદ કરવાની રાજ કપૂરની આ રીત હતી. પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતા અને કુશળ અભિનેતા, દાદાસાહેબ ફાળકે પુરસ...

સંત ગાડગે બાબા

  સંત ગાડગે બાબા, જેઓ પોતે ભણેલા ન હોવા છતાં, તેમના જીવનકાળમાં ઘણીબધી શાળાઓ ખોલી, જનસેવાના વ્રતને અપનાવીને સમાજમાં અંધશ્રદ્ધા નિવારણના સિદ્ધાંતો પ્રેરિત કરવા માટે અથાક મહેનત કરી અને સ્વચ્છતાને અત્યંત મહત્વ આપ્યું,. વંચિતો માટે પ્રેરણા અને બાબાસાહેબ તેમને પોતાના માર્ગદર્શક પણ કહેતા હતા. દેબુજી ઝીંગરજી જાનોરકર (ફેબ્રુઆરી 23, 1876 - 20 ડિસેમ્બર, 1956), બાબા ગાડગે તરીકે વધુ જાણીતા, એક મહાન સંત અને સમાજ સુધારક હતા. ગાડગે મહારાજ જે કહેતા હતા કે શિક્ષણ એ ઘણી મોટી વસ્તુ છે. પૈસાની તંગી હોય તો ખાવાના વાસણો વેચી મારો,મહિલાઓ માટે સસ્તા કપડાં ખરીદો. તૂટેલા-ફૂટેલા જર્જરિત મકાનમાં રહી લો, પણ બાળકોને શિક્ષણ આપ્યા વિના રહેવું નહીં. જેમના પર આધુનિક ભારતને ગર્વ હોવો જોઈએ એવા ગણ્યાગાંઠ્યા સંતોમાં ગાડગે બાબાનું નામ પણ સામેલ છે.માનવતાના સાચા શુભચિંતક, સામાજિક સમરસતાના પ્રતીક બાબાને હાર્દિક આદરણાંજલી.. _/\_

અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે યુનિવર્સિટી શિક્ષણ લેવા પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ

તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે યુનિવર્સિટી શિક્ષણ લેવા પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ મૂક્યો.ભયાનક સમાચાર. આ મહિલાઓ વિરૂદ્ધ ઘૃણાસ્પદ અપરાધ છે અને તે સંપૂર્ણપણે ગેર-ઇસ્લામિક છે. 2021 માં શાસન હસ્તગત કરતાં શરૂઆતમાં જ તાલિબાને દાવો કર્યો હતો કે તેઓ "ઇસ્લામની મર્યાદાઓ હેઠળ" મહિલાઓના અધિકારોની ખાતરી આપશે. પરંતુ હકીકતમાં તેઓએ અફઘાનિસ્તાનમાં મહિલાઓના જીવનને નર્ક બનાવી દીધું છે.તેમને યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ સૌથી તાજેતરનો અત્યાચાર છે.ત્યાં રહેતી એક મુસ્લિમ મહિલાઓ માટે આ અત્યાચારો અને તે પણ ઈસ્લામના નામે ! શું હાલ હશે મહિલાઓના ! ઇસ્લામ મહિલાઓ માટે જે ગેરંટી આપે છે એ વાતથી તાલિબાન અજાણ હોય એ માન્યામાં નથી આવતું.આવા કહેવાતા ઇસ્લામના રક્ષકોને ઇસ્લામ ખરેખર શું શીખામણ આપે છે તેની જ જાણ-સમજ નથી.! 1400 વર્ષ પહેલાં પયગમ્બરે જાહેર કર્યું હતું કે "શિક્ષણ દરેક મુસ્લિમ મહિલા અને પુરુષ પર ફરજિયાત છે." શિક્ષણ માત્ર મારો અધિકાર નથી, મારી ફરજ છે. પયગંબરના પત્ની હઝરત આયશા(રદિ.) એક તેજસ્વી વિદ્વાન અને ન્યાયશાસ્ત્રી હતા. તેમના કારણે આપણી પાસે ઘણી ઇસ્લામિક વિદ્વત્તા છે.તદુપ...

ખેડૂત દિવસ :જન્મજયંતિ ચૌધરી ચરણ સિંહ : ૨૩ ડિસેમ્બર

"ખેડૂતની એક આંખ હળ પર અને બીજી દિલ્હી પર હોવી જોઈએ" "ખેડૂત આ દેશનો ધણી છે, પણ તે પોતાની તાકાત ભૂલી ગયો છે" "ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી,જે દેશના લોકો ભ્રષ્ટ હશે,ભલે ગમે તે નેતા આવે,ભલે તમે ગમે તેટલો સારા કાર્યક્રમો ચલાવો...તે દેશ પ્રગતિ કરી શકશે નહીં." સ્વતંત્રતા પૂર્વેના આંદોલનોમાં ભાગ લેનારા, સ્વતંત્રતા પછી ભારતીય લોકદળના નેતા, બે વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી,કેન્દ્રીય મંત્રી-ગૃહમંત્રી રહી ચૂકેલા અને ૧૯૭૯માં મોરારજી દેસાઈની સરકાર પડી ગયા પછી કોગ્રેસના સમર્થનથી થોડાક જ સમયગાળા માટે વડા પ્રધાન બનેલા કે જેમને એકપણ સંસદ સત્રમાં હાજર રહેવાની તક ન હોતી મળી એવા ચૌધરી ચરણ સિંહ એક મહાન નેતા, રાજકારણી અને સામાજિક કાર્યકર હતા.ભલે તેઓ થોડા સમય માટે જ પ્રધાનમંત્રી પદ પર રહ્યા, પરંતુ તેમણે વૈચારિક તથા ચારિત્ર્યિક સ્તર પર દ્રઢતા બતાવી.તેમની મુખ્ય ઉપલબ્ધિઓમાં લેખપાલનું સર્જન, અનાજ યોજના લાગું,ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા વગેરે. મહાત્મા ગાંધી, સ્વામી દયાનંદ સરસ્વતી તથા સરદાર વલ્લભભાઈ પટેલના દર્શનથી પ્રભાવિત સાદું જીવન જીવતા હતા અને આખું જીવન ગ્રામી...

નારાયણભાઈ દેસાઈ

નારાયણ મહાદેવભાઈ દેસાઈ(જન્મ. ૨૪ ડિસેમ્બર ૧૯૨૪ : મૃત્યુ. ૧૫ માર્ચ ૨૦૧૫) જેટલા ચરિત્ર-લેખક તરીકે જાણીતા છે એટલા જ, અનેક સ્થળે પ્રેરક અને રસપ્રદ ગાંધીકથા કહેનાર તરીકે જાણીતા છે. વેડછી(દ. ગુજ.)ના સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય-ને પોતાનું કર્મસ્થાન બનાવીને એક શિક્ષક અને કાર્યકર-સંચાલક તરીકે મહત્ત્વની કામગીરી બજાવતા નારાયણભાઈએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ ગાંધીવિચાર-સંચારક તરીકે કામ કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' માટે સાહિત્ય અકાદેમી(દિલ્લી)ના ઍવોર્ડ સહિત ઘણા પારિતોષિકોથી સન્માન પામ્યા. કેટલાક અનુવાદો તથા `મારું જીવન એ જ મારી વાણી' (ગાંધીજી વિશે, ૪ ભાગમાં) અને `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'(મહાદેવ દેસાઈ વિશે) જેવા બૃહદ અને મોટી બાથ ભીડતા ચરિત્ર-ગ્રંથો એમનું મહત્ત્વનું સાહિત્ય-કાર્ય તેમ જ જીવન-કાર્ય છે. `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' (૧૯૯૨) ૧૫૦૦ પાનાંમાં વિસ્તરેલું આ ચરિત્ર જેટલું પ્રસાદિક છે તેટલું જ તટસ્થ રીતે લખાયેલું છે. પિતાના ચરિત્ર લેખે એ જેવું અધિકૃત(ઑથેન્ટિક) છે એવું જ મહાદેવ-ચરિત્ર લેખે એ સર્વગ્રાહી છે. મહાદેવભાઈના સાક્ષાત્ પર...