રાજકારણ એક વિચિત્ર રમત છે. તેના ખેલાડીઓ વોટ મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા હોય છે. આ રમતો આપણને માત્ર સંબંધિત ખેલાડીની રાજકીય વિચારધારા જ જણાવતા નથી, તે આપણને આ રમતમાં ઘટનાઓને કેવી રીતે ટ્વિસ્ટ કરવામાં આવે છે અને તે જ ઘટનાના કેવી રીતે વિરોધાભાસી અર્થઘટન કરવામાં આવે છે તેની સમજ પણ આપે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન, અનેક નિવેદનો આપણી સમક્ષ જ છે જે કાં તો હકીકતમાં ખોટા અથવા ઘટનાઓ સાંપ્રદાયિક અર્થઘટન પર આધારિત હોય છે.એ સત્ય પણ છે કે સાંપ્રદાયિકતા હંમેશા ભારતીય ઉપમહાદ્વીપમાં અભિશાપ રહી છે અને તેનું સૌથી દુ:ખદ પરિણામ ભારતનું વિભાજન હતું, જેમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને તેમના ઘરબાર, ધંધા-રોજગાર ગુમાવ્યા હતા. કોમવાદના કારણે શહેરોની અંદર પણ સ્થળાંતરનું વલણ વધ્યું છે. મુંબઈમાં 1992-93ના રમખાણો અને ગુજરાતમાં 2002 પછી, હજારો લોકોએ તેમના ઘર છોડીને એવા વિસ્તારોમાં સ્થાયી થવાનું નક્કી કર્યું જ્યાં તેમના સમુદાયના સભ્યો બહુમતીમાં હોય. જેના કારણે અનેક શહેરોમાં એક જ સમુદાયના લોકોની વસાહતો ઊભી થઈ હતી. કાશ્મીરી પંડિતોની હિજરતના મૂળમાં ભાગલા પછી સ્વતંત્ર રહેવાનો કાશ્મીરના મહારાજા હરિસિંહનો નિર...