નામ : ડૉ.સૈયદ અદાજીમીયાં શકુરમીયાં ઉર્ફે ડૉ. ઈદ્રીશ પરિવાર :પિતા શકુરમિયાં પાલનપુર સ્ટેટના વકીલ હતા. અને પાલનપુર તથા રાધનપુર એમ બંને સ્ટેટનું કારભારીનું કામ પણ કરતા હતા.સાત વર્ષની નાની ઉંમરથી જ તેઓ પાંચ વક્તની નમાજના પાબંધ હતા. ડૉ.ઈદ્રીસના કાકા અતાઉલ્લાહ તમામ જ્ઞાતિ,ધર્મના બાળકોને વિનામૂલ્યે ઇંગ્લિશ,ઉર્દૂ અને પર્શિયન ભણાવતા હતા. ડૉ.ઈદ્રીસના દાદા રહેમતમિયાંએ ‘તવારીખે પાલનપુર’ નામનું પાલનપુર સ્ટેટનો મોટો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો.તે શાયર પણ હતા. ‘ગુલશન’ તેમનું તખલ્લુસ હતું. તેમણે ઘણી શેરો-શાયરી અને ગઝલો લખી છે.ડૉ.ઈદ્રીશનું આખું ખાનદાન પહેલેથી જ સાહિત્યિક શોખ ધરાવનાર,દીનદાર,સેવાભાવી અને આધ્યાત્મિક વૃત્તિવાળું રહ્યું છે. અભ્યાસ : અદાજીમીયાં ઉર્ફે ઈદ્રીસનો મેટ્રીક સુધીનો અભ્યાસ પાલનપુરમાં જ થયેલ છે.ત્યારબાદ બે વર્ષ વડોદરા કોલેજમાં કર્યા.ત્યાં તેઓ ખર્ચ કાઢવા માટે કોલેજની કેન્ટીનમાં ચા બનાવવાનું કામ કરતા હતા. ત્યારબાદ મુંબઈ જઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા અને ત્યાં તેમણે એમ.બી.બી.એસ કર્યું. મુંબઈથી આવી પાલનપુર સ્ટેટમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે દવાખાનામાં નોકરી માં દાખલ...